ઘેટાં-બકરાં અને ઊન વિકાસ
- ઘેટાં બકરાંની તંદુરસ્તી જળવાય તે માટે ગ્રામ્ય કક્ષાએ ડ્રેચીંગ કેમ્પો અને રસીકરણ કેમ્પોનુ આયોજન કરવામાં આવે છે.
- ઉચ્ચ કક્ષાનુ ઊન ઉત્પાદન કરી શકાય તે માટે સારી ઓલાદના નર બચ્ચાં ઉત્પન્ન કરી સંવર્ધન માટે ઘેટાં-બકરાં પાલકોને નજીવી કિંમતે પુરા પાડવામાં આવે છે.
- વધુ નફાકારક ઘેટા-બકરાં પાલન અંગેની તાલીમ શીબીરોનુ આયોજન કરવામાં આવે છે.
- રાજ્યમાં બકરા-પાલન કરી પોતાનુ ગુજરાન ચલાવી આર્થિક રીતે સધ્ધર થાય તે માટેની વ્યક્તિલક્ષી સહાયકારી યોજના અમલમાં છે.
- આ કામગીરીના અમલીકરણ માટે ઘેટાં-બકરાં સંવર્ધન ફાર્મ, ઘનિષ્ઠ ઘેટાં-બકરાં વિકાસ ઘટક તળેના ઘેટાં સેવા-કેન્દ્રો અને ગુશીલ(ગુજરાત ઘેટાં અને ઊન વિકાસ નિગમ) જેવી સંસ્થાઓ કાર્યરત છે.
ઘેટાં-બકરાં અને ઊન વિકાસ
- ઘેટાં-બકરાં અને ઊન વિકાસ યોજના અને શરતો (ખાતાની વ્યક્તિલક્ષી સહાય યોજના
- અનુસુચિત જાતિના લાભાર્થીઓ માટે બકરાં એકમ (૧૦+૧) સ્થાપના માટેની સહાય
- અનુસુચિત જન જાતિના મહિલા લાભાર્થીઓ માટે બકરાં એકમ (૧૦+૧) સ્થાપના માટેની સહાય
- જનરલ કેટેગરીના લાભાર્થીઓ માટે બકરાં એકમ (૧૦+૧) સ્થાપના માટેની સહાય