• ફોલ્લૉ કરો :

પશુપાલન યોજનાઓ

  • હોમ
  • પશુપાલન યોજનાઓ

પશુ અને ભેંસ વિકાસ

  • પશુપાલકો પશુપાલનના ધંધા માટે પ્રોત્સાહીત થાય તથા ઉચ્ચ આનુવંશિક ગુણો ધરાવતા પશુઓ મેળવી તેનો પશુસંવર્ધન માટે ઉપયોગ થાય તે હેતુસર દર વર્ષે ઓલાદવાર દૂધ ઉત્પાદન હરીફાઇનું આયોજન કરી પશુપાલકોને પ્રોત્સાહીત કરવામાં આવે છે.
  • પશુપાલનના ધંધાને મોટા પાયે અપનાવી રોજગાર લક્ષી બનાવવા માટે નાબાર્ડએ નક્કી કરેલ પશુની કિંમતના આધારે (૧ થી ૨૦) દુધાળા પશુઓના ફાર્મની સ્થાપના માટે બેંકો દ્વારા આપવામાં આવતી લોન સામે વાર્ષિક મહત્તમ ૧૨% ના દરે ૧૦૦% સુધીની વ્યાજ સહાય પાંચ વર્ષ સુધી આપવામાં આવે છે.
  • મહારોગચાળા, રોગચાળા તથા અકસ્માતે પશુ અપમ્રુત્યુ સમયે પશુપાલકને આર્થિક મદદ મળી રહે તે હેતુસર સરકારશ્રીએ નિયત કરેલ કિંમત મુજબની મ્રુત્યુ સહાય ચુકવવામાં આવે છે.
  • વધુ માહિતી માટે નજીકના કાર્યરત પશુદવાખાના, પ્રાથમિક પશુસારવાર કેન્દ્ર નો સંપર્ક કરવાનો રહે છે.

પશુ અને ભેંસ વિકાસની લાભાર્થી યોજનાઓ

  • અકસ્માતે ૫શુ મૃત્યુ વળતર (સહાય) ચૂકવવાની યોજના
  • દુધ ઉત્પાદન હરિફાઈ અભિયાન યોજના
  • રાજયના પશુપાલકોને ૧ થી ૨૦ દેશી દુધાળા પશુઓ (ગાય અને ભેંસ) ના એકમની સ્થાપના પર ૧૨% વ્યાજ સહાયની યોજના
  • રાજયના અનુસુચિત જાતીના પશુપાલકોને ૧ થી ૨૦ દેશી દુધાળા પશુઓ (ગાય અને ભેંસ) ના એકમની સ્થાપના પર ૧૨% વ્યાજ સહાયની યોજના
  • રાજયના અનુસુચિત જનજાતીના પશુપાલકોને ૧ થી ૨૦ દેશી દુધાળા પશુઓ (ગાય અને ભેંસ) ના એકમની સ્થાપના પર ૧૨% વ્યાજ સહાયની યોજના
  • સ્વરોજગારીના હેતુ ૧૨ દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાયની નવીન યોજના

યોજનાઓ