• ફોલ્લૉ કરો :

સાંધવ ગામ વિશે

  • હોમ
  • સાંધવ ગામ વિશે
About Sandhav
સાંધવ ગામ વિશે
સાંઘવ એટલે કારાયલ (મોર ) નું ગામ જે ભારત દેશના ગુજરાતના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકા માં આવેલું છે. તે અબડાસા ના મુખ્ય મથક નલિયાથી 25 કિમી દૂર અને જિલ્લા મુખ્ય મથક ભુજથી 80 કિમી દૂર આવેલું છે.

ગામનું કુલ ભૌગોલિક વિસ્તાર 2060.15 હેક્ટર છે. સાંધવ ની કુલ વસ્તી આશરે 779 લોકો ની છે. સાંધવ ગામમાં આશરે 151 મકાનો છે. ભુજ સાંધવ ની નજીકનું શહેર છે જે આશરે 80 કિમી દૂર છે.

સાંધવ ગામની મૂળ ભાષા કચ્છી છે અને ગામના મોટાભાગના લોકો કચ્છી બોલે છે. સાંધવ ના લોકો વાતચીત માટે કચ્છી અને ગુજરાતી ભાષાનો ઉપયોગ કરે છે, કરછ ના ઈતિહાસ મા ઝારા ના યુધ્ધ મા શહીદ પણ આ ગામના વીર હતા

સાંધવ ગામ નાયરો નદી ના કિનારે આવેલું ગામ છે જ્યાં નદી ના બને બાજુ લોકો વસવાટ કરે છે, ગામ માં મુખ્ય 2 તળાવો આવેલા છે, ગ્રામજનો નો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે તેમજ બીજો ઘણો મોટો વર્ગ શહેરોમાં નોકરી અને વ્યવસાય સાથે જોડાયેલ છે.

પુરાતત્ત્વવિદોએ ભારતની સૌથી પ્રાચીન પથ્થર-યુગની સાઇટ્સ સાંધવ માં શોધી છે, જે ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં, આફ્રિકાની બહાર માનવ સ્થળાંતરની જટિલ વાર્તાને એક નવું પરિમાણ આપે છે.

ચાલો વધુ જાણીયે સાંધવ વિશે

વસ્તી વિશે

  • કુલ વસ્તી: 779
  • પુરુષ વસ્તી: 417
  • સ્ત્રી વસ્તી: 362
  • મકાનોની કુલ સંખ્યા: 151

સાંધવની કનેક્ટિવિટી

  • જાહેર બસ સેવા: ગામની અંદર ઉપલબ્ધ
  • ખાનગી બસ સેવા: <2 કિમી અંતરની અંદર
  • રેલવે સ્ટેશન: 80 કિમી અંતર ની અંદર ભુજ
  • નજીક નું મુખ્ય ગામ : કોઠારા (5KM)

ગામ ઓવરવ્યૂ

  • તાલુકો : અબડાસા
  • જિલ્લો : કચ્છ
  • પોસ્ટ ઓફિસ: સબ પોસ્ટ ઓફિસ (મુખ્ય કોઠારા)
  • પીન કોડ : 370645
ગામની 360° દૃશ્ય
ગામની ઉપગ્રહ છબી