સાંધવ એ ઐતિહાસિક ગામ છે જે નાયરો નદી ના કિનારે વસેલું છે , અબડાસા તાલુકા ની પ્રથમ વીજળી સાંધવ ગામ માં જ આવી હતી , ગામ માં વર્ષો પહેલ ઐતિહાસિક દવાખાનું પણ ચાલતું અને પુરાતત્વ વિભાગ નું માનીયે તો પથ્થર યુગની માનવ વસવાટની જગ્યા પણ સાંધવ ગામ માં છે.
આફ્રિકાથી આધુનિક માનવીના પૂર્વજ એવા હોમો સેપીઅન્સ ભારત સહિતના એશિયામાં ક્યારે આવ્યા તે અંગે પુરાતત્વવિદોમાં બે મતો છે. તેવામાં આ બે અલગ-અલગ થીયેરીમાંથી હવે કચ્છના સાંધવમાંથી મળેલા પાષાણ યુગના અવશેષોએ હલ કાઢવા મદદ મળી છે. સાંધવમાંથી મળેલા પાષાણયુગના અવશેષો અધધ 1.41 લાખ વર્ષો જુના હોવાનું બહાર આવ્યું છે. જે ભારતમાંથી હોમો સેપીઅન્સના સૌથી જૂના અવશેષો માનવામાં આવ્યા છે. કચ્છમાંથી મળેલા આ અવશેષો ઇતિહાસના અનેક રહસ્યો પરથી પડદો ઉચકાશે.
અબડાસા તાલુકાનો સાંધવ હાલ દુનીયાભરના પુરાતત્વોવિદોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વડોદરાની એમ.એસ યુનિવર્સિટી ના આર્કોલોજીકલ વિભાગે અન્ય વિદેશી યુનિવર્સિટી સાથે મળી સાંધવ ગામની નદીમાંથી વર્ષ 2017માં આદિમાવનની સાઇટ શોધી હતી. અહીં પાષાણયુગના ઓજારો મળી આવ્યા હતા. આર્કોલોજીવિભાગના પ્રોફેસર અજીત પ્રસાદે આ અંગે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, અત્યાર સુધી આફ્રિકાથી આધુનિક માનવીના પૂર્વજ એવા હોમો સેપીઅન્સ ભારત સહિતના વિસ્તારોમાં અંદાજે 60 હજાર વર્ષ પહેલા અથવા અંદાજે 1.20 લાખ વર્ષ પહેલા આવ્યા હતા તેવા બે મત હતાં. પુરાતત્વવિદોમાં આ બે મતો વિશે વિખવાદ છે. તેવામાં સાંધવ ખાતે મળેલા આ અવશેષોનું ઓએસએલ ડેટીંગ પદ્ધતી વડે અભ્યાસ કરાતા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. સાંધવના ઓજારો અધધ 1.14 લાખ વર્ષ જુના હોવાનું બહાર આવ્યું છે.
જેના પગલે આફ્રિકાથી હોમો સેપીઅન્સ અંદાજે 1.20 લાખ વર્ષ પહેલા ભારત આવ્યા હોવાની થીયરીને માન્યતા મળે છે. સાંધવમાં મેળેલા ઓજારો હોમો સેપીઅન્સના ભારતમાંથી મળેલા અવેશેષોમાં સૌથી જુના છે. જેના પગલે ઇતિહાસની એક મહત્વપૂર્ણ થીયરી હલ કરવામાં સાંધવની સાઇટ ખૂબ જ મોટું કેન્દ્ર બની છે. આ શોધમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અભિનંદન મુખર્જી તથા પ્રવિણ કુમાર પણ જોડાયા હતા.
કચ્છ માં જયારે આરોગ્ય સેવાનું ફલક વિસ્તર્યુ નહોતું તેવા સમય માં આજ થી સાત દાયકા પૂર્વે ગામ માં નિમાર્ણ પામેલી ગંગાબેન થોભણ દેવજી હોસ્પિટલ કચ્છ ના આરોગ્ય માં મોટું નામ હતું .દાતા ઓ ના દાન થી સંચાલિત દર્દી ઓ માટે એક અમૂલ્ય વરદાન હતું .
આ હોસિપટલ ભવ્ય ઇતિહાસ ધરાવે છે કચ્છ ના અલગ અલગ ગામડાઓ થી લોકો સારવાર લેવા બળદ ગાડા થી આવતા અને સાજા થઇ ઘરે પરત ફરતા.આ હોસ્પિટલ માં ઇન્ડોર પેસેન્ટ વોર્ડ , એક્સરે રૂમ, ઓપરેશન થિયેટર જેવી એ જમાના માં અદ્યતન સુવિધાઓ હતી, આ હોસ્પિટલ માં નાના મોટા 16 રૂમ છે.
થોભણ દેવજી એ તેમના સ્વર્ગીય પત્ની સ્વ. ગંગાબાઈ ની સ્મૃતિ માં આ હોસ્પિટલ બનાવેલ હતી, આ દવાખાના માં ડોક્ટ્રર ની સેવા ડો. રાવ સાહેબે આપેલ જે પછી મુંબઈ માં જઈ સાંધવ ગામ ના નામ થી ત્યાં હોસ્પિટલ શરુ કરેલ , એ સમય માં અબડાસા તાલુકા નું એકમાત્ર દવાખાનું હતું અને આબાજુબાજુ ના ગામ ના લોકો લાભ લેતા , ડો. રાવ સાહેબ ની સાથે બાબુભાઇ અબોટી એ કમ્પાઉન્ડર તરીકે આજ થી 30 વર્ષ પહેલા ગામ ની સારી એવી સેવા કરેલ . હાલ આ દવાખાનું કાર્યરત નથી માત્ર ઈતિહાસ બની ગયું છે અને દાતાઓ નું પૂતળું પણ અદ્રશ્ય થઇ ગયો છે અને બધા રૂમ પણ ખંડેર અને જર્જરિત બની ગયા છે.