સાંધવ ગામમાં ઘણા બધા લોકો પશુપાલન સાથે જોડાયેલ છે અને પશુપાલન અને દૂધ નો ધંધો કરે છે, ગામ માં સરહદ ડેરી (આશાપુરા ડેરી ) આવેલી છે જેમા રોજ નું લગભગ 1200 લીટર દૂધ સંગ્રહ કરવા માં આવે છે, ખેતી પછી પશુપાલન માં ઘણા બધા લોકો જોડાયેલા છે
૧લી મે ૧૯૬૦ થી ગુજરાત રાજ્યની સ્થાપના થતાં પશુપાલન ખાતુ અસ્તિત્વમાં આવેલ છે, જે ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ હસ્તકના પશુપાલન પ્રભાગ હેઠળ કાર્યરત છે.
આ ખાતા દ્વારા પશુપાલનની પ્રવૃત્તિ તેમજ તેને આનુષંગિક અનેક પ્રકારની કામગીરી કરવામાં આવે છે તેમજ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે. પશુ આરોગ્ય અને પશુ સંવર્ધન યોજનાઓ, મરઘાં વિકાસ યોજના, અનુસુચિત જાતિ પેટા યોજના, ઘાસચારા વિકાસ યોજના, પશુ વેચાણ વ્યવસ્થા, ખાસ પશુપાલન કાર્યક્રમ, ઘેંટા વિકાસ યોજના, બકરાં વિકાસ યોજના, પશુ પક્ષી પ્રદર્શન શો, ચેપી રોગ નિયંત્રણ યોજના, વિમા સહાય યોજના, ખાસ પશુ સંવર્ધન કાર્યક્રમ વગેરે જેવી યોજનાઓ-કાર્યક્રમનું સંચાલન પશુપાલન ખાતા દ્વારા હાથ ધરાય છે..