પશુચિકિત્સા સેવાઓ
- રાજ્યમાં તમામ જિલ્લાઓમાં નાયબ પશુપાલન નિયામક, મદદનીશ પશુપાલન નિયામકની કચેરીઓ કાર્યરત છે જેઓના નિયંત્રણ હેઠળ પશુ દવાખાના, શાખા પશુ દવાખાના, ફરતા પશુ દવાખાના, ૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના, પ્રાથમિક પશુ સારવાર કેન્દો કાર્યરત છે. આ સંસ્થાઓ પૈકી પશુ દવાખાના, ફરતા પશુ દવાખાના, ૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના ખાતે પશુચિકિત્સા અધિકારી મારફતે પશુચિકિત્સા અને પશુ આરોગ્ય સેવાઓ આપવામાં આવે છે જ્યારે પ્રાથમિક પશુ સારવાર કેન્દો દ્વારા પશુધન નિરિક્ષક મારફતે IVC Act 1984 ની ૩૦ (બી) મુજબ તા. ૨૯-૧૧-૨૦૧૨ ના નોટીફીકેશન પ્રમાણે પ્રાથમિક પશુ સારવાર તથા રસીકરણની કામગીરી કરવામાં આવે છે. જિલ્લા પંચાયત દ્વારા પશુપાલન ખાતાની વ્યક્તિ લક્ષી યોજનાઓનું અમલીકરણ પણ કરવામાં આવે છે.
- પશુઓની સારવાર માટે સરકારશ્રીએ મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુસારવાર યોજના હેઠળ પશુદવાખાના, વેટ પોલિક્લિનિક, શાખા પશુદવાખાના, ફરતા પશુદવાખાના, પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર, ૧૦ ગામ દીઠ એક ફરતા પશુદવાખાના જેવી પશુ સારવાર સંસ્થાઓ દ્વારા તમામ સેવાઓ પશુસારવાર સંસ્થાના સ્થળેથી મફત પણ પુરી પાડવામાં આવે છે.
- રાજ્યમાં ૩૩ વેટરનરી પોલિક્લીનીક તથા ૧ હાઈટેક વેટરનરી પોલીક્લીનીક દ્વારા રેફરલ હોસ્પિટલ તરીકેની કામગીરી હાથ ધરી જટીલ પ્રકારના કેસો અને સર્જીકલ કેસોની સારવાર આપવામાં આવે છે.
- રાજ્યમાં ૧૮ પશુરોગ અન્વેષણ એકમો દ્વારા રોગ સંશોધન, રોગ સર્વે અને નિદાનની કામગીરી કરવામાં આવે છે.
- પશુઓ માટે પશુઆરોગ્ય મેળાઓનું આયોજન કરી પશુપાલકોને ગામબેઠા તેમના પશુઓને મફત સારવાર પણ આપવામાં આવે છે.
- "કરુણા એનિમલ એમ્બ્યુલન્સ -૧૯૬૨” રાજ્યના દરેક જિલ્લામાં આરોગ્ય વિભાગની "૧૦૮” ની સેવાની જેમ GVK-EMRI દ્વારા પીપીપી મોડ પર હાલ શહેરી વિસ્તાર પુરતું, રોડ પર કે અન્ય જગ્યાએ અકસ્માતથી ઇજા પામેલ પશુ પક્ષીઓની સારવાર, ઇમરજંસી સારવાર તથા અનાથ અને નિ:સહાય પશુ પક્ષીઓ માટે પશુ ચિકિત્સા સેવાઓ આ એમ્બ્યુલંસ થકી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. "૧૯૬૨” ટોલ ફ્રી નંબર પર ફોન કરવાથી એમ્બ્યુલંસ સ્થળ પર આવી, પશુ ચિકિત્સા અધિકારી દ્વારા નિ:શુલ્ક સારવાર આપવામાં આવે છે.