મરઘાં વિકાસ
- ૨૫ આર.આઈ.આર.પક્ષી એકમ, ૧૦૦ બ્રોઈલર પક્ષી એકમ, મરઘાં પાલકોને મરઘાં પાલન તાલીમ સાથે તાલીમ સ્ટાઇપેન્ડ જેવી સહાયકારી યોજનાઓથી મરઘાં પાલકોને પોષક આહાર પૂરો પાડવો તથા આર્થિક સ્થિતિમાં સુધારો કરવો.
- મરઘાં પાલકો કે જેઓ મરઘાં ઉછેર કેન્દ્ર ચાલુ કરવા માંગતા હોય તેમને છ દિવસીય મરઘાં પાલન અંગેની તાંત્રિક તાલીમ સાથે તાલીમ સ્ટાઇપેન્ડ આપવું.
- મરઘાં પાલકોને ‘નહિ નફો નહિ નુકશાન’ સાથે મરઘાં આહાર પૂરો પાડવા મરઘાં આહાર ઉત્પાદન એકમ કાર્યરત તથા રસીકરણ, સારવાર, ડીબિકીંગ જેવી તાંત્રિક સુવિધાઓ તથા તાંત્રિક માર્ગદર્શન આપવું.
- મરઘાં આહાર અને તેના કાચા માલના જુદા જુદા તત્વોના પૃથ્થકરણ માટે મરઘાં આહાર ચકાસણી પ્રયોગશાળા કાર્યરત છે.
- આ કામગીરીના અમલીકરણ માટે રાજ્યમાં
ઘનિષ્ઠ મરઘાં વિકાસ ઘટક, મરઘા વિસ્તરણ/નિદર્શન કેન્દ્રો, મરઘાં સેવા કેન્દ્રો જેવી સંસ્થાઓ કાર્યરત છે.
મરઘાં વિકાસની લાભાર્થી યોજનાઓ
- મરઘાં વિકાસની લાભાર્થી યોજનાઓ અને સબસિડી યોજનાઓ