• ફોલ્લૉ કરો :

પશુપાલન યોજનાઓ

  • હોમ
  • પશુપાલન યોજનાઓ

ડેરી વિકાસ

  • ભારત વાર્ષિક દૂધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રીમ સ્થાન ધરાવે છે તેવી જ રીતે ગુજરાત રાજ્યએ દેશનું દૂધ ઉત્પાદન માટેનું પ્રમુખ રાજ્ય છે. અમુલ બ્રાન્ડ ઘણી પ્રચલિત છે જે દેશના બધા જ રાજ્યોમાં પ્રચલિત છે અને અન્ય દેશોમાં પણ તેટલી જ પ્રચલિત છે. સહકારી આંદોલન દ્વારા દુધ ની ખરીદી એ રાજ્ય નુ મુખ્ય હા્દૅ છે. રાજ્યમા ગ્રામ્ય સ્તરે ૧૯૫૭૬ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ ૧૦૨ સંગ્રહ કેન્દ્રો અને જિલ્લા સ્તરે ૧૮ ડેરી પ્રોસેસિંગ એકમો કાર્યરત છે. રાજ્ય સરકારે ડેરી વિકાસ માટે સહકારી આંદોલનને સંપૂર્ણ ટેકો આપ્યો છે.
  • આ સહકારી ડેરી સંઘો પૈકી ૧૦ જેટલા સંઘોએ કેટલ ફીડ પ્લાન્ટ સ્થાપ્યા છે. આ સંઘોના સભ્યોને નહી નફા નહી નુકશાનના ધોરણે દૂધાળા પશુઓ માટેના ખોરાકનો પુરવઠો પુરો પાડવા દુધાળા પશુઓના ખોરાક ઉત્પાદન કરતા કારખાનાઓ સ્થાપ્યા છે. ઉપરોક્ત ૧૦ ડેરી સંઘોના ૧૨ કારખાનાઓ દ્વારા ૨૦૯૨૬૮૩.૫૦ મે. ટન જેટલો દૂધાળા પશુઓનો ખોરાક ઉત્પાદન થાય છે. ૨૨ સહકારી ડેરી સંઘોની દુધ ઉત્પાદન ક્ષમતા કુલ ૨૫૦.૪ લાખ લિટર/દિવસ છે. અને તેઓ ૨૩૭.૦૩ લાખ લિ./દિવસ દૂધનું ઉત્પાદન કરે છે. વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ૨૨ ડેરી સહકારી સંઘો પાસે ૧૦૨ ચિલિંન્ગ પ્લાન્ટ છે કે જેની સંગ્રહ ક્ષમતા ૭૨.૪૨ લાખ લિ./દિવસ છે.

દૂધ અને દૂધની પેદાશ કાયદો ૧૯૯૨

  • કેન્દ્ર સરકારે જાહેર જનતાના હિતમાં પ્રવાહી દૂધનો પૂરવઠો જાળવવા અને વધારવા એક કાયદો પસાર કર્યો હતો. આ કાયદો ઉત્પાદન પર નિયંત્રણ રાખે છે, પુરવઠા અને પરિવહન પર નિયંત્રણ રાખે છે, આ કાયદા હેઠળ 52 ડેરી એકમો નોંધાયેલા છે આ 52 એકમોમાંથી 25 એકમો ભારત સરકારમાં અને 27 એકમો ગુજરાત સરકારમાં નોંધાયેલા છે.
  • ફૂડ સેફટી એંન્ડ સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ ના ભાગ નં ૯૯ અંતર્ગત દૂધ અને દૂધની પેદાશ કાયદો ૧૯૯૨ રદ કરવામાં આવેલ છે અને હવે તે કાયદા હેઠળ કરવામાં આવતી કામગીરી કમિશ્નરશ્રી ફૂડ સેફટી,ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ,ગાંધીનગર દ્વારા હાથ ધરવામાં આવે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની અકાર્યશીલ ડેરીઓનું પુનઃસ્થાપન

  • રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ, આણંદએ જૂનાગઢ ડેરીમાં ઘણે અંશે રોકાણ કર્યું છે. જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર અને કચ્છ જિલ્લાઓમાં દૂધ ઉત્પાદન ગતીવિધીઓ ચાલુ કરેલી છે. ઉપરોક્ત તમામ સંઘોની થઇને હાલની ક્ષમતા હાલમાં દૈનિક ૮.૪૫ લાખ લીટરની ઉભી કરવામાં આવેલ છે. હાલમાં કચ્છ સૌરાસ્ટ્ર વિસ્તારમાં પોરબંદર, દ્ર્વભુમિ દ્વારકા, મોરબી, બોટાદ, જૂનાગઢ, જામનગર, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાઓમાં સહકારી ધોરણે જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘો કાર્યરત થયેલ છે. ઉપરોક્ત સંઘોનું દુધ ઉત્પાદન વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન ૨૭.૭૫ લાખ લિટર પ્રતિ દિન થયેલ છે. આમ રાજ્યમાં કુલ ૨૨ જેટલી જિલ્લા કક્ષાએ ડેરીઓ કાર્યરત થયેલ છે.

વર્ષ-૨૦૧૯-૨૦ ની ડેરી વિકાસની સહાયકારી યોજનાઓ યોજનાઓ

ક્રમ યોજના ૨૦૧૯-૨૦ માટે કુલ વાર્ષિક લક્ષ્યાંક લાભ કોને મળી શકે સહાયની વિગત
અનુસુચિત જનજાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય ૫૦૦૦ અનુસુચિત જનજાતિના પશુપાલકો ખરીદ કિંમતના ૭૫ % સહાય, મહતમ રૂ. ૩૦૦૦/-
અનુસુચિત જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય ૨૫૦૦ અનુસુચિત જાતિના પશુપાલકો
સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય ૧૦૦૦૦ તમામ પશુપાલકો
અનુસુચિત જનજાતિના પશુપાલકોને મિલ્કીંગ મશીન ખરીદી પર સહાય ૧૫૦ અનુસુચિત જનજાતિના ૦૫ કે તેથી વધુ દુધાળા પશુ રાખતા પશુપાલકો ખરીદ કિંમતના ૭૫ % સહાય, મહતમ રૂ. ૩૩,૭૫૦/-
અનુસુચિત જાતિના પશુપાલકોને મિલ્કીંગ મશીન ખરીદી પર સહાય ૧૦૦ અનુસુચિત જાતિના ૦૫ કે તેથી વધુ દુધાળા પશુ રાખતા પશુપાલકો
સામાન્ય જાતિના પશુપાલકોને મિલ્કીંગ મશીન ખરીદી પર સહાય ૨૦૦૦ ૦૫ કે તેથી વધુ દુધાળા પશુ રાખતા તમામ પશુપાલકો
રાજ્યની અનુસુચિત જનજાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાય ૧૨ અનુસુચિત જનજાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ એકમ કિંમતના ૫૦ % સહાય, મહતમ રૂ. ૫,૦૦,૦૦૦/-
રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાય ૦૬ અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ
રાજ્યની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાય ૧૦૦ રાજયની તમામ ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ
૧૦ રાજ્યની અનુસુચિત જનજાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા સહાય ૦૮ અનુસુચિત જનજાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ એકમ કિંમતના ૫૦ % સહાય, મહતમ રૂ. ૫,૦૦,૦૦૦/-
૧૧ રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા સહાય ૦૪ અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ
૧૨ રાજ્યની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા સહાય ૧૦૦ રાજયની તમામ ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ
૧૩ રાજ્યની અનુસુચિત જનજાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ઓટોમેટીક મિલ્ક કલેક્શન સિસ્ટમ (AMCS) સહાય ૫૦ અનુસુચિત જનજાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ એકમ કિંમતના ૮૦ % સહાય, મહતમ રૂ. ૮૦,૦૦૦/-
૧૪ રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ઓટોમેટીક મિલ્ક કલેક્શન સિસ્ટમ (AMCS) સહાય ૨૫ અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ
૧૫ રાજ્યની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ઓટોમેટીક મિલ્ક કલેક્શન સિસ્ટમ (AMCS) સહાય ૩૦૦ રાજયની તમામ ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ
૧૬ રાજ્યની અનુસુચિત જનજાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે બલ્ક મિલ્ક કુલર (BMC) સહાય ૨૦ અનુસુચિત જનજાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ એકમ કિંમતના ૮૦ % સહાય (બલ્ક મિલ્ક કૂલરની વિવિધ ક્ષમતાઓ મુજબ)
૧૭ રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટેબલ્ક મિલ્ક કુલર (BMC) સહાય ૧૦ અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ
૧૮ રાજ્યની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે બલ્ક મિલ્ક કુલર (BMC) સહાય ૭૫ રાજયની તમામ ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ
૧૯ રાજ્યની અનુસુચિત જનજાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દુધ ભેળસેળ ચકાસણી માટેના મશીનની (MADM) સહાય ૧૫ અનુસુચિત જનજાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ એકમ કિંમતના ૭૫%સહાય.અનુસુચિત જનજાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ
૨૦ રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દુધ ભેળસેળ ચકાસણી માટેના મશીનની (MADM) સહાય ૧૦ અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ એકમ કિંમતના ૭૫% સહાય.અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ
૨૧ રાજ્યની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દુધ ભેળસેળ ચકાસણી માટેના મશીનની (MADM) સહાય ૫૦ રાજયની તમામ ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ એકમ કિંમતના ૫૦% સહાય.
મહિલા/સામાન્ય વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ

યોજનાઓ