• ફોલ્લૉ કરો :

પંચાયતી યોજનાઓ

  • હોમ
  • પંચાયતી યોજનાઓ

ગ્રામમિત્ર યોજના

રાજ્યના ગામોમાં વસતાં નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ વિકાસ યોજનાઓની માહિતી મળી રહે તથા રાજ્યના સક્ષમ, સિક્ષિત અને ઉત્સાહિ યુવાનો રાજ્ય સરકાર પ્રેરિત ગ્રામ સમાજની વિકાસ યાત્રામાં રચનાત્મક રીતે જોડાઇ શકે તેવા આશયથી માસિક રૂ.૧૦૦૦/- ના ઉચ્ચક માનદ વેતનથી ગ્રામ મિત્રની પસંદગી કરવાનું નક્કી કરવામાં આવેલ છે.

મે.૨૦૦૭ સુધીમાં દરેક ગ્રામ પંચાયત ખાતે ૫(પાંચ) ગ્રામમિત્રની નિમણુંક થાય તે પ્રકારનું આયોજન હાથ ધરેલ છે. આ ગ્રામમિત્ર ૧.ગ્રામમિત્ર(કૃષિ), ૨. ગ્રામિત્ર(શિક્ષણ), ૩.ગ્રામમિત્ર(આરોગ્ય), ૪.ગ્રામમિત્ર(વિકાસ), ૫. ગ્રામમિત્ર(જનકલ્યાણ)ના નામથી ઓળખાશે. આ ગ્રામમિત્રોના જોબચાર્ટની માહિતી નીચે મુજબ છે.

૧. ગ્રામમિત્ર(કૃષિ)

  • કૃષિ, બાગાયત, સહકાર, પશુપાલન અને મત્સયોધાતાની સહાય લક્ષી યોજનાની ખેડુતો/લાભાર્થીઓને જાણકારી આપવી.
  • સહાય મેળવવા માટેના અરજી પત્રકો ભરવા જરૂરી માર્ગદર્શન આપવું.
  • ટપક સિંચાઇ યોજનાનો ખેડૂતો વધુમાં વધુ ઉપયોગ કરે તે માટે જાણકારી અને સમજ આપવી, જનજાગૃતિ ઉભી કરવી.
  • ટપક સિંચાઇ, પિયત સહકારી મંડળીઓ, દૂધ સહકારી મંડળીઓની રચના કરાવી અને માર્ગદર્શન આપવું.
  • કૃષિ બાગાયત ઉત્પાદન વધે તે માટે ખેડૂતોને ખેતીની આધુનિક પધ્ધતિની જાણકારી આપવી.
  • પશુ સારવાર/પશુ ઓલાદો સુધારવા માટેના વિવિધ કાર્યક્રમોની માહીતી ખેડુતોને આપવી તથા પશુ રસીકરણ કાર્યક્રમનો પ્રચાર અને પ્રસાર કરવો.
  • સોઇલ હેલ્થ કાર્ડ/કિશાન ક્રેડિટ કાર્ડનું વિતરણ કરવું.
  • પશુપાલનની શિબીરો, મેળા, ઝૂંબેશ, ગ્રામ સભામાં હાજરી આપવી.
  • કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં ગ્રામજનોને સામે કરવા.

૨. ગ્રામમિત્ર (શિક્ષણ)

  •   ગામના ૦ થી ૧૪ વય ધરાવતા તમામ બાળકોનો નિશ્ચિત કરેલ ફોર્મમાં સર્વે કરવો.
  •   સર્વે કર્યાબાદ ૬ થી ૧૪ વર્ષની વય જૂથના શાળાએ ન જતાં બાળકોના વાલીઓનો સંપર્ક કરવો તથા બાળકો શાળામાં દાખલ થાય તે સુનિશ્ચિત કરવું.
  •   ૦ થી ૧૬ વય જૂથના બાળકો જે બાળકો આઇસીડીએસમાં જોડાયેલ ન હોય તેવા બાળકોના વાલીઓનો સંપર્ક કરી આંગણવાડીમાં નોંધણી કરાવવી.
  •   શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ વખતે ધોરણ-૧ માં પ્રવેશ પાત્ર તમામ બાળકોને શાળામાં દાખલ કરાવવા અને તે માટે વાલી સંપર્ક કરવો અને ગામોમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આયોજનમાં સહાયરૂપ થવું.
  •   શિક્ષણ તથા મહિલા બાળ વિકાસ વિભાગની તમામ યોજનાઓની માહિતી લાભાર્થીઓ સુધી પહોંચે તેવા પ્રયત્નો હાથ ધરવા.
  •   ૬ થી ૧૪ વર્ષની વયના કોઇપણ બાળક પ્રાથમિક શિક્ષણ પુરુ કર્યા વગર અધવચ્ચેથી ઉઠી ન જાય તે જોવું. જરૂર પડ્યે બાળકના વાલીઓને સમજાવવા અને માર્ગદર્શન આપવું.
  •   સમાજ કલ્યાણ વિભાગના એસ.સી., એસ.ટી.બાળકોને શિષ્યવૃત્તિ અપાવવા જરૂરી યોજનાકીય જાણકારી આપવી અને શિશ્યવૃતિ મળી રહે તે માટે મદદરૂપ થવું.
  •   ગ્રામીણ નિરક્ષર વ્યક્તિઓનો સર્વે કરી સાક્ષર બનાવવા અનુકૂળ સમયે ભણાવવા.

૩. ગ્રામમિત્ર (આરોગ્ય)

  •   ગ્રામની સગર્ભા માતાઓને શોધી નજીકના આંગણવાડી, સબસેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવી.
  •   સસગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓની નોંધણી અને સંભાળ કરવી.
  •   સગર્ભા માતાઓને સગર્ભા અવસ્થા દરમ્યાન થતા જોખમી પરિબળોથી માહિતગાર કરવા.
  •   નવજાત શિશુમાં થતાં મરણ અંગેના કારણોથી માતાઓને માહિતગાર કરવી.
  •   માતૃવંદના, બેટી બચાવો આંદોલન કાર્યક્રમમાં લોકોને સામેલ કરવા.

૩. ગ્રામમિત્ર (આરોગ્ય)

  •   બાળકોને થતાં ધાતક રોગો જેવા કે બીસીજી, ડીપ્થેરીયા, પોલીયો ધનુર, ઉટાંટીયો અને ઓરી સામે રક્ષણ આપવા રસીકરણ અંગે માતાઓને સમજ આપવી અને જાગૃતતા લાવવી.
  •   મચ્છરનો ઉપદ્રવ અટકાવવા તેમજ મેલેરીયા, ડેન્ગયુ, ચીકનગુનિયા જેવા રોગો સામે રક્ષણ આપવા રોગ અટકાયતી પગલા વિશે લોક જાગૃતિ કેળવવી.
  •   દવાઓના છંટકાવ, સ્વચ્છતા કોલરીનેશન અંગે જાણકારી અને જનજાગૃતિ કેળવવી.
  •   સામાન્ય પ્રકારની બિમારીમાં દવાઓનું વિતરણ કરવું.

૪. ગ્રામમિત્ર (વિકાસ)

  •   સરકારશ્રીની વિવિધ યોજનાઓની લાભાર્થીઓને જાણકારી આપવી અને જે તે યોજનાના ફોર્મ ભરાવવામાં લાભાર્થીને મદદરૂપ થવું.
  •   સરકારશ્રીના વિવિધ કાર્યક્રમો, શિબિરો, ગ્રામસભા, તાલીમ કાર્યક્રમ, પ્રેરણા પ્રવાસમાં હાજરી આપી ગ્રામજનોને જાણકારી આપવી.
  •   બી.પી.એલ.કુટુંબોની યાદીને ધ્યાનમાં રાખી વિવિધ વિભાગો તરફથી અમલી બનેલ ગરીબલક્ષી યોજનાઓ માટેના ધોરણોને લક્ષમાં લઇ લાભાર્થીઓની અગ્રતા યાદી તૈયાર કરવી.
  •   ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોનું જીવનધોરણ સુધારવા માટે યોજનાઓના અમલીકરણ માટે મદદરૂપ થવા જીલ્લા પંચાયત તથા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે સોંપવામા આવતી કામગીરી કરવી.
  •   સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા ગામે ચાલતા સાર્વજનિક બાંધકામો ગુણવત્તાયુક્ત થાય તે જોવુ તથા તે અંગે કોઇ પ્રશ્નો કે ફરીયાદો હોય તો સંબંધિત અધિકારીશ્રીને જાણ કરવી.
  •   ગ્રામ્ય કક્ષાએ ચાલતા વિકાસ કામો અને યોજનાઓથી ગામ લોકોને સતત માહિતગાર કરવા.
  •   ઇ-ગ્રામ પ્રોજેક્ટ મારફત વિવિધ ઇ-સેવાઓ તથા યોજનાકીય ફોર્મસનું વિતરણ

૫. ગ્રામમિત્ર (જનકલ્યાણ)

  •   આદિજાતિ વિકાસ વિભાગ/સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે અમલમાં મુકાયેલ યોજનાઓની જાણકારી, પ્રચાર અને પ્રસાર અંગેની કામગીરી.
  •   વ્યક્તિગત/બેંકેબલ યોજનાઓની બી.પી.એલ.યાદીને આધારે અરજદારોના ફોર્મ ભરાવવા.
  •   સ્થળાંતરિત થતાં કુટુંબોના બાળકો, વિકલાંગ, પી.ટી.જી.ના બાળકોને આશ્રમ શાળા/છાત્રાલયમાં પ્રવેશ અપાવવો.
  •   ગ્રામમાં ગુના થતા હોય તેની પોલીસને જાણ કરવી અને ગુનાની સ્થાનિક લેવલે પતાવટ કરવી.
  •   લાંચ-રૂશ્વત નિવારણ, બાળ વિવાહ અટકાવવા, બાળમજૂરી રોકવા અને જુગાર જેવી બદીમાં ગામ લોકો ફસાય નહી તેની સમજ આપવી.
  •   અનુસુચિત જાતિ તથા અનુસુચિત જનજાતિના લોકો ઉપર અત્યાચાર થાય નહિ તે માટે સમજ આપવી અને લોકોમાં જાગૃતિ લાવવી.
  •   ૧૫ ઓગષ્ટ અને ૨૬ મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી માટે લોકોને તૈયાર કરવા.
  •   ગામ લોકોમાંથી અંધશ્રધ્ધા, વહેમ, ખોટા રિવાજો, દીકરા-દીકરી વચ્ચેનો ભેદભાવ વગેરે દુષણ દૂર કરાવવા.

વર્ષ ૨૦૦૭-૦૮ માટે રૂ.૭૫૦૦.૦૦લાખની જોગવાઇ સામે ડિસેમ્બર-૦૭ અંતિત રૂ.૩૫૨૭.૧૬(૪૭.૦૩ ટકા) લાખનો ખર્ચ થયેલ છે. જ્યારે ૬૮૪૬૫ ગ્રામમિત્રોના લક્ષ્યાંક સામે ડિસેમ્બર-૦૭ અંતિત ૬૬૦૪૩(૯૬.૪૬ ટકા) ગ્રામમિત્રોની નિમણુંક કરવામાં આવેલ છે.

યોજનાઓ